SMC, SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત.
વિષયઃ SMC, SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત.
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC) ના સભ્યો માટે માન.એસપીડીશ્રીની અધ્યક્ષતામાં રાજય કક્ષાએથી બાયસેગના માધ્યમથી પ્રથમ દિવસની Teleconference માં આ સાથે સામેલ સમયપત્રક મુજબના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવાનું આયોજન તાઃ૧૪/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨: ૦૦ થી ૦૧:૩૦ કલાક દરમ્યાન કરવામાં આવેલ છે.
સદર તાલીમમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Teleconference નું પ્રસારણ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના આપશો.સદર તાલીમમાં SMC, SMDC ના સભ્યો તથા શાળાનો તમામ સ્ટાફ ટેલિકોન્ફરન્સમાં ભાગીદાર થાય તેમજ તાલીમ સમયે બીઆરસી, સીઆરસી કો.ઓર્ડિનેટરની ઓનલાઈન ટુર ડાયરીમાં જે શાળા દર્શાવેલ હોય તે શાળામાં ટેલિકોન્ફરન્સમાં જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે.તેમજ જિલ્લા,તાલુકા અને કલસ્ટરના પ્રોજેકટ કર્મચારીઓ ભાગરૂપે તાલીમમાં હાજરી આપે તે માટેનું આયોજન કરવા જણાવવામાં આવે છે.તમામ તાલીમાર્થીઓએ કોરોના મહામારીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાવવાની સંબધિતોને સુચનાઆપવી.
SMC, SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત.
No comments:
Post a Comment