Pages

Search This Website

Wednesday 29 June 2022

શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.

શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.


વિષયઃ શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.

સરકારશ્રીના ૧૦૦% ભંડોળમાંથી રાજયની સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટ

કનેક્ટિવિટી માટે થયેલ જોગવાઈ અનુસંધાને જિલ્લા કોર્પોરેશનની તમામ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ

ખાતે ઈન્ટરનેટ કનેકશન પૂરા પાડવાના થાય છે.

દર વર્ષની જેમ, વર્ષ ૨૦૨૨ ૨૩ દરમ્યાન વિકેન્દ્રિત પધ્ધતિ મુજબ શાળા કક્ષાએ સ્થાનિક રીતે SMC દ્વારા મેળવવાપાત્ર ઈન્ટરનેટ કનેકશનના માસિક બિલ ચૂકવા માટે અત્રેથી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ઈન્ટરનેટ કનેકશન ધરાવની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અને ઈન્ટરનેટ કનેકશન ન ધરાવતી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ કે જયાં શૈક્ષણિક, તાલીમ તેમજ ચાઈલ્ડ ટ્રેકિંગ અને શાળાકોષ જેવી માહિતીના આદાન-પ્રદાનના ઉપયોગ માટે કોમ્પ્યુટર/લેપટોપ ટેબ્લેટ ઉપલબ્ધ હોય અને ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત હોય તે તમામ શાળા માટે જિલ્લા કક્ષાએથી શાળા વાર કનેકશનના પ્રકાર, સર્વિસ પ્રોવાઈડર, માસિક વાર્ષિક ખર્ચ અને શાળા કક્ષાએ ઈન્ટરનેટની બચત ગ્રાન્ટ બાદ કર્યા બાદ ચોખ્ખી કેટલી રકમની વાર્ષિક જરૂરિયાત તે વિગ્નતો મેળવવાની રહે છે.

ઉકત વિગતે, વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેક્શનના માસિક બિલના એસ.એમ.સી. દ્વારા થતા ચૂકવણા માટે ગ્રાન્ટ ફાળવણી માટે જિલ્લા કોર્પોરેશનની કુલ ગ્રાન્ટ જરૂરિયાત નીચે મુજબના પત્રકમાં

1. અત્રેથી જે શાળાઓ માટે ટેન્ડર મુજબ બી.એસ.એન.એલ. અને વોડાફોનને કેન્દ્રિય પધ્ધતિથી વર્ક ઓર્ડર

અપાયેલ હતો. તે શાળાઓ માટે ઈન્ટરનેટના માસિક બિલના એસ.એમ.સી. દ્વારા ચૂકવા માટે નિયત કરેલ વાર્ષિક ખર્ચ મર્યાદા અનુક્રમે રૂા.૮,૫૦૦ અને રૂા. ૪,૫૦૦/- રહેશે.

2. અત્રેની કચેરી દ્વારા અથવા સ્થાનિક રીતે જે શાળાઓમાં ઇન્ટરેકિટવ સ્માર્ટ વર્ગો વિકસાવેલ છે એવી જ્ઞાનકુંજ

અંતર્ગત સમાવિષ્ટ તમામ શાળાઓ માટે શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકશન માટે વાર્ષિક ગ્રાન્ટ મર્યાદા રૂા.૧૦,૦૦૦ ૨હેશે. 3. અન્ય શાળાઓ કે જેમણે શાળા કક્ષાએ જે તે સર્વિસ પ્રોવાઈડરની ફઝિબિલિટી પ્રમાણે કનેક્શન લીધેલ છે, જે

માટે વાર્ષિક ગ્રાન્ટ મર્યાદા રૂા.૬,૦૦૦/- રહેશે. 4. જે શાળાઓ એ અગાઉ કનેક્શન મેળવેલ ન હોય અને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરની ફઝિબિલિટી હોય તો તે

મેળવી લેવા માટે જરૂરી વાર્ષિક બિલની રકમની માંગણીનો રૂ. ૬,૦૦૦-ની મર્યાદામાં સમાવેશ કરી લેવો. 5. જે શાળાઓને અગાઉ કેન્દ્રિય પધ્ધતિથી અપાયેલ વર્ક ઓર્ડર અંતર્ગત બી.એસ.એન.એલ. અને વોડાફોનના ઈન્ટરનેટ કનેક્શન હોય અને શાળા ક્ક્ષાએથી જ ફેરબદલ કરવા ઈચ્છતા હોય અથવા ફેરબદલ કરી અન્ય

સર્વિસ પ્રોવાઈડરના કનેકશન મેળવી લીધેલ હોય તો તેમની વાર્ષિક ગ્રાન્ટ મર્યાદા રૂા.૬,૦૦૦/– રહેશે, 6. સર્વે અંતર્ગત શાળા કક્ષાએ ગ્રાન્ટની વાર્ષિક જરૂરિયાત નિયત કરતી વખતે પાછલા વર્ષની બચત ગ્રાન્ટ બાદ કરી ચોખ્ખી જરૂરિયાત નિર્ધારિત કરવાની રહેશે.

7. જિલ્લા / કોર્પોરેશન કક્ષાએ જરૂરિયાતવાળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતી શાળાઓને ફાળવણી કર્યા બાદ

બચત રહેતી હોય તો તેની વિગત અને જો ગ્રાન્ટની જરૂરિયાત રહેતી હોય તો બચત બાદ કરી ચોખ્ખી

જરૂરિયાત જણાવવાની રહેશે.

આથી, બ્લોક એમ.આઈ.એસ. કો.ઓર્ડિનેટર અને જિલ્લા એમ.આઇ.એસ. કઓર્ડિનેટર મારફ્ત સત્વરે સદર કામગીરી પૂર્ણ કરી તા. ૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં આપના જિલ્લા / કોર્પોરેશનની કુલ ગ્રાન્ટની જરૂરિયાત અંગેનું મૉંગણાપત્રક પ્રમાણિત કરી મોકલી આપવા વિનંતી છે. જેની સાથે સામેલ Excel sheet માં શાળા વાર વિગતો જણાવવાની રહેશે.

No comments:

Post a Comment

Featured post