Pages

Search This Website

Tuesday 19 July 2022

PATRAK-A STANDARD 3 TO 8 F0R :-2022-23.Std-3 To 8 Sem-1 All Subjects Patrak-A exel file

PATRAK-A STANDARD 3 TO 8 F0R :-2022-23.

Std-3 To 8 Sem-1 All Subjects Patrak-A exel file


PATRAK-A STD:-3 TO 8

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
*પ્રશ્ન* : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી? જવાબ: નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે. યાદ રાખીએ કે આ અઘ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે. સાથે જ જે-તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન-અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે. જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન - અધ્યાપનનો અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે.

*પ્રશ્ન : પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી?

*જવાબ*: પત્રક - A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. આ અનૌપચારિક' મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે. જ્યારે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા યાલતી હોય તે દરમિયાન *અનૌપચારિક રીતે જ જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય. આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે. આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કી કરી લેવી જોઇએ જેથી જે તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે,

*પ્રશ્ન' : જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અઘ્યયનનિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી?

*જવાબ : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન-અધ્યાપન માટેની યાદી છે. જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે અનૌપચારિક મૂલ્યાંકન* પત્રક-4 ની વાત કરીએ છીએ. અનઔપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક - માટે લેવાની છે.

*પ્રશ્ન' એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય? *જવાબ' એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે. અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે. એકમ કસોટી જે-તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - મૈં સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે.

*પ્રશ્ન" - રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો. અથવા પત્રક-૧ના મૂલ્યાંકનનો આધાર કેવી રીતે રાખવા.

*જવાબ- અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ. રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનઔપચારિક રીતે કરવામાં આવતું હોય. આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું. હવે વાત કરીએ આધારોની તો તમે જે-તે અધ્યયન નિષ્પત્તિ પત્રક - A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે. આ આયોજન પણ તમારો આધાર બની શકે,


 દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે. તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય. મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેના આધારે




 


ન્યુ અધ્યયન નિષ્પતિઓ એકમ પ્રમાણે ધોરણ 1 થી 8 તમામ વિષયો
( ફાઇલ નિર્માણ કરનાર : બ્લોક રિસોર્સ સેન્ટર- વઢવાણ -સુરેન્દ્રનગર )
ધોરણ : 1 : (પ્રજ્ઞા) ગુજરાતી , ગણિત : click here 

ધોરણ : 2 : (પ્રજ્ઞા) ગુજરાતી , ગણિત : click here 

ધોરણ : 3 : ગુજરાતી , ગણિત , પર્યાવરણ : click here 

ધોરણ : 4 : ગુજરાતી , ગણિત , પર્યાવરણ, હિન્દી , અંગ્રેજી : click here 

ધોરણ : 5 : ગુજરાતી , ગણિત , પર્યાવરણ,હિન્દી , અંગ્રેજી  : click here

ધોરણ : 6 : ગુજરાતી , હિન્દી ,સંસ્કૃત , અંગ્રેજી , ગણિત ,વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન : click here 

ધોરણ : 7 : ગુજરાતી , હિન્દી ,સંસ્કૃત , અંગ્રેજી , ગણિત ,વિજ્ઞાન ,સામાજિક વિજ્ઞાન : click here 

ધોરણ : 8 : ગુજરાતી , હિન્દી ,સંસ્કૃત , અંગ્રેજી , ગણિત ,વિજ્ઞાન ,સામાજિક વિજ્ઞાન : click her









ચનાત્મક મૂલ્યાંકન પત્રક બાબતે ઓફિસિયલ માર્ગદર્શન:-વાંચવા માટે અહીં ક્લિક કરો



રચનાત્મક પત્રક - A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય. હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે.

PATRAK-A STANDARD 3 TO 8 F0R :-2022-23
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

1 comment:

  1. saheb rachnatmak patrak a sam-2 nispati na number satheni excel sheet upload karo bhai 3 thi 8 ni

    ReplyDelete