રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત
રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીને જણાવવાનું કે સમગ્ર શિક્ષાની આઈઈડી શાખા અંતર્ગત RPwD એક્ટ , 2016 ના વિકલાંગ ધારામાં ઉલ્લેખિત એક અથવા વધુ વિકલાંગતા ધરાવતા તમામ પ્રિ - નર્સરી થી ધો .12 મા અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોને શાળા કક્ષાએ અવરોધ - મુક્ત સમાવિષ્ટ વાતાવરણ ઊભું કરીને સરકારી , ગ્રાન્ટ - ઇન - એઈડ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે . વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા વિદ્યાર્થીઓને વધારાની શૈક્ષણિક સહાય , થેરાપી સર્વિસ અને માર્ગદર્શન , રેગ્યુલર શાળામાં રિસોર્સ રૂમ વિકસાવી આપી શકાય છે . આ માટે , સમગ્ર શિક્ષા , ગુજરાત ધ્વારા અત્યાર સુધીમાં CwSN વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી કરવા માટે બ્લોક કક્ષાએ રિસોર્સરૂમ વિકસાવવામાં આવેલ છે , જેને તમામ પ્રકાર CwSN વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબના સંસાધનોથી સજ્જ કરવામાં આવેલ છે . ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા તમામ વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ , રિસોર્સરૂમનો લાભ લઈ શકે તે હેતુથી ક્લસ્ટરકક્ષાએ રિસોર્સ રૂમ વિકસાવવાનું આયોજન કરવામાં આવે છે . જેથી તમામ CwSN વિદ્યાર્થીઓને તેમના રહેઠાણથી નજીક સરળ સ્થળ પરિસ્થિતિવાળી દળામાં રિસોર્સરુમનો લાભ લઈ શકે . આ રિસોર્સરૂમને ઈન્ફ્લુઝીવ સ્કુલ વિથ રિસોર્સરૂમ ( In - SRR ) તરીકે નામ આપવામાં આવ્યું છે . જે બ્લોક / ક્લસ્ટર કક્ષાએ CwSN વિદ્યાર્થીઓની શૈક્ષણિક તેમજ જીવન વિકાસની જરૂરીયાતો પૂરી પાડવાનું કેન્દ્ર સ્થાન છે . અત્યાર સુધીમાં , બ્લોક / ક્લસ્ટર સ્તરે તબક્કાવાર રીતે કુલ 703 રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવેલ છે . અને વર્ષ 2022-23 દરમિયાન , સમગ્ર શિક્ષાએ બાકીના 2,540 ક્લસ્ટરોમાં રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી માટેના સુચનો અનુસાર ક્લસ્ટરની કોઈપણ એક શાળાને પસંદ કરીને રિસોર્સ રૂમ તૈયાર કરવાનું આયોજન કર્યું છે . તે માટે દરેક ક્લસ્ટરમાંથી જે શાળામાં વર્ગખંડ ખાલી હોય તેની પસંદગી કરી આ સાથે સામેલ ફોર્મેટમાં મોકલી આપવાનું રહેશે . તેમજ ઈમેઈલમાં મોકલેલ એક્સેલ સીટમાં પણ પસંદ કરેલ શાળાની વિગતો મોકલવાની રહેશે . વર્ગખંડની પસંદગી માટેના સુચનો આ સાથે બિડાણમાં સામેલ છે . ઉપરોક્ત માહિતી તાલુકાના ટીઆરપી અને સ્પે.એજ્યુકેટર પાસે શાળાની વિઝિટ કરી તૈયાર કરાવી અત્રેની કચેરીને તા .૧૫.૦૭.૨૦૨૨ સુધી આપના પ્રમાણીકરણ સાથે મોકલી આપવા આપના જિલ્લાના આઈઈડી કો.ઓર્ડીનેટર અને ડીપીઈને આપની કક્ષાએથી જરૂરી સુચના આપશો .
રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
ليست هناك تعليقات:
إرسال تعليق